35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

આ લક્ષણો વાળા લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું જોઇએ, H3N2નું જોખમ હોઈ શકે

Share

અમદાવાદ : એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને બપોરના સમયે ગરમી તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. આ બેવડી ઋતુમાં કોરોના અને વાયરલ ઇન્ફેક્શનના કેસો અમદાવાદમાં ખૂબ જ વધી ગયા છે.હોસ્પિટલોમાં દર્દીઓની લાઇન લાગી રહી છે, જ્યારે લગભગ મોટાભાગના પરિવારમાં તાવ અને શરદીના દર્દી સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો, રોજના 3500 કરતાં વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને, H3N2નું જોખમ વધી રહ્યું છે. આવામાં લોકોએ શરદી-ઉધરસને હળવાશથી ન લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

આ લક્ષણો જણાય તો તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જાઓ

– શ્વાસ લેવામાં તકલીફ પડવી
– ઓક્સિજન લેવલ 93ની નીચે જવું
– છાતી અને પેટમાં દુખાવો
– ઊલટી થવી
– સુધારા બાદ ફરી તાવ અને ઉધરસ થાય
– આ લોકોએ શરદી-ઉધરસને હળવાશમાં ન લેવું જોઇએ, H3N2નું જોખમ હોઈ શકે

H3N2 વાઇરસથી બચવા માટે 6 ઉપાય- સાબુથી હાથ નિયમિત ધોવા જોઇએ.

– સેનિટાઇઝરને સાથે જ રાખવું અને ઉપયોગ પણ કરવો.
– બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું ટાળો.
– જો તમે છીંક અથવા ઉધરસ આવી રહી છે, તો તમારા મોંને ઢાંકો અને માસ્ક પહેરો. કારણ કે, વાઇરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ છે.
– ઘણી વાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
– જો તમે ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો, તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.

H3N2 વાઇરસનો ઈલાજ શું છે?

– તમે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, પ્રવાહી પીતા રહો.
– જો તમને તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
– જો તમને તાવ, શરદી અને ઉધરસ હોય તો મેડિકલમાંથી એન્ટિબાયોટિક્સ ન લો, ડોક્ટરે સૂચવેલી દવા જ લેવી.
– ઘરની બહાર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાઓ ટાળો.

વૃદ્ધો, બાળકો, અસ્થમાના દર્દીઓ, હૃદય રોગ અથવા સંબંધિત સમસ્યા, કિડની સમસ્યા દર્દીઓ, સગર્ભા સ્ત્રી, જે લોકો ડાયાલિસિસથી પીડાઈ રહ્યા છે તેવા લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles