અમદાવાદ : અમદાવાદમાં વધુ એક એક હિટ એન્ડ રનની હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા પાસ આવેલી કૃષ્ણા બેકરી પાસે રોડ ક્રોસ કરી રહેલા 60 વર્ષીય પુરુષને કાર ચાલકે ટક્કર મારી હતી. જે બાદ મહીલાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું. ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યાાં લોકો એકઠા થઈ ગયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ દિલ્હી દરવાજા પાસ આવેલી કૃષ્ણા બેકરી પાસે 60 વર્ષની પુરુષ દિલ્હી દરવાજા કૃષ્ણા બેકરી પાસેથી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને પુરુષ જમીને પટકાઈ પડતા બેહોશ થઈ ગયો હતો, જેથી આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. બીજી બાજુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ નામ બિજોલભાઈ ચૌધરી અને દિલ્હી દરવાજા જેઠીબાઈની ચાલીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.