અમદાવાદ : અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં અનેક નાની મોટી સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયાઓ ચાલી રહેલ છે. જેમાં બિલ્ડરો જુના ફલેટો કે સોસાયટીઓ લઈ આધુનિક ફેસેલીટી સાથે વધુ બાંધકામો અને સુવિધા વાળા ફલેટ આપી રહ્યા છે.
આજે વાત કરીશું નિર્ણયનગરના ન્યુ ગુંજન ફલેટની, જે આજે ખુબ જ ટુંકા ગાળામાં એટલે કે ફક્ત 15 મહિનાના સમયગાળા દરમ્યાન જ રિડેવલમેન્ટ થઈ Antilia One નામે નિર્માણ પામ્યા છે, Antilia One માં મુળ સોસાયટી ન્યુ ગુંજન ફલેટના 2BHK 102 ફલેટ સામે 200 3BHK ફલેટનું નિર્માણ કરી જુના 102 મેમ્બરોને પરત પજેશન આપી દેવામાં આવ્યા છે જેમાં 50 થી વધુ મેમ્બરો પરત રહેવા પણ આવી ગયા છે.
નવનિર્મિત એન્ટેલિયા વનના બિલ્ડર ગુણાંતીત ઈન્ફ્રાસ્ટ્રકચરના મયુરભાઈ ગુર્જર અને યોગેશભાઈ પટેલ જણાવે છે કે કોઈપણ જાતની બેન્ક ગેરંટી વગર ફક્ત 15 મહિનાના ટુંકા ગાળામાં 3BHK ફલેટ સોલર સિસ્ટમ, એલોટેડ પાર્કિંગ ફેસેલીટી, ફાયર એનઓસી, ડ્રેનેજ, હાઈસ્પીડ લીફ્ટ, પાણી અને ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ માટે વેલ સાથેના 14 માળના 3BHK ફલેટ ઉપરાંત એક લાખની રોકડ અને એસી ગીફટ આપેલ છે.
આ અગાઉ આ જ બિલ્ડર ગુણાતીત ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા જ નિર્ણયનગરના સોમગોકુળ ફલેટના 84 સભ્યોને 160 વારના ફલેટની સામે 205 વારના નવા ફલેટ Antiliaના પજેશન આપ્યા હતા.બિલ્ડર ગુણાંતીત ઈન્ફ્રાસ્ટ્રકચરના મયુરભાઈ ગુર્જર અને યોગેશભાઈ પટેલ જણાવે છે કેે એમઓયુ વખતે કરેલ વાયદાઓ અમો દ્વારા સંપુર્ણ પુરા કરતાં લોકો આનંદ સાથે અમારી કામગીરીને બિરદાવી રહ્યા છે.