અમદાવાદ : ગુરુવારે શહીદ દીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે વિરાંજલી સમિતિ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોડી સાંજે ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે ગ્રાઉન્ડ અને સ્ટેજ પર પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વિરાંજલી કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.વિરાંજલી કાર્યક્રમની નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે રાખવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 100 જેટલા કલાકારો દ્વારા ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે સ્ટેજ ઉપર પાણી ભરાઈ ગયું હતું તેમજ બેસવાની વ્યવસ્થામાં પણ પાણી ભરાયું હતું. સાઉન્ડ સિસ્ટમ પણ પાણી ભરાયું છે. 100 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ ઉપર પર્ફોર્મન્સ કરવાના હતા પરંતુ ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના નવી તારીખ 20 એપ્રિલ ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર રાખવામાં આવેલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાંજે સાત વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમ જોવા માટે પહોંચ્યા હતા. ભાજપના તમામ વોર્ડમાંથી 50થી વધુ કાર્યકર્તાઓને આ વિરાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે રદ થતા અધવચ્ચેથી જ તેઓને પરત ફરવું પડ્યું હતું.