અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટકના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આવા વિકટ સમયે જો વ્યક્તિને CPR ટ્રેનિંગ આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. આજ હેતુથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કર્યું છે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં એક તાલિમ શિબિરમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા, અને તેમણે સીપીઆર વિષે માહિતી મેળવી લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યની 38 મેડિકલ કોલેજમાં ભાજપના કાર્યકર્તાઓને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 1200 ડોક્ટર જોડાયા છે. જોઇએ આ જીવન રક્ષક સીપીઆર શું છે.
ભાજપ ગુજરાત પ્રદેશના કાર્યકરોને ડોક્ટર સેલે 2 એપ્રિલથી અંદાજે 1200થી વધુ તબીબો દ્વારા ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવી છે. આ ટ્રેઈનિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બી.જે મેડિકલ કોલેજથી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરતથી કરાવી હતી. આ ટ્રેઈનિંગ સેશન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુઘી ચાલશે.
CPR ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય?
સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે, વ્યક્તિ બેભાન થાય તો તરત જ CPR આપો. CPR આપવા માટે તમારા હાથને લોક કરો. બંને હાથને એકબીજા પર રાખો, આંગળીઓને એકબીજા સાથે જોડી દો. તમારો હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કંપ્રેસ કરો. કંપ્રેસ ઝડપથી કરવું જોઈએ, એક મિનિટમાં લગભગ 100 વખત છાતીને દબાવવી પડે.
દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેસ કરવાનું ચાલુ રાખો. દરમિયાન મોંથી મોં વચ્ચે શ્વાસ આપવાનો પ્રયાસ કરો. CPR હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. CPR આપતી વખતે એમ્બ્યુલન્સ બોલાવો અને દર્દીને હોસ્પિટલમાં મોકલો.