અમદાવાદ : અમદાવાદ કલેક્ટર તરીકે IAS પ્રવીણા ડી. કે.એ 3 એપ્રિલે ચાર્જ સંભાળ્યો ત્યારે વિવિધ અધિકારીઓ તથા કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છથી આવકારી શુભકામનાઓ પાઠવી હતી. ગત શુક્રવારે થયેલા બદલીના ઓર્ડરમાં IAS પ્રવીણા ડી. કે. ને અમદાવાદ કલેક્ટર તરીકે મુકાયા હતા. આ પહેલાં તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
આજરોજ અમદાવાદ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો.@CMOGuj @ahmedabad_info pic.twitter.com/kYjwIsqy3V
— Ahmedabad Collector (@CollectorAhd) April 3, 2023
ગત શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના109 IASની બદલી કરવામાં આવી હતી. જેમાં 10 IAS અધિકારીને પ્રમોશન અપાયા હતા.જેમાં પ્રવીણા ડી.કે. (Praveena D.K.)ને અમદાવાદ કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
પ્રવીણા ડી.કે.(Praveena D.K.) 2009ની બેચના IAS અધિકારી છે. તેઓ ગાંધીનગર કલેકટર તરીકે કાર્યરત હતા. આ અગાઉ તેઓ કચ્છ જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતાં હતાં. એ અગાઉ તેઓ બોટાદ તથા સાબરકાંઠાના કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.