અમદાવાદ : અમદાવાદમાં તાપમાનનો પારો વધ્યો છે, મહાનગરપાલિકા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગામી 19 તારીખથી અમદાવાદ શહેરનાં 252 ટ્રાફિક સિગ્નલ પર બ્લીન્કર કરવાનો મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવશે. અમદાવાદનું તાપમાન છેલ્લાં 2 દિવસથી 40 થી 41 ડિગ્રીની આસપાસ રહ્યું છે એવામાં બપોરના 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બ્લિંક કરાતા લોકોને ટ્રાફિકમાં ચાર રસ્તા પર ઉભું રહેવું નહીં પડે. 25 થી 30 સિગ્નલની ચેઈનનો સમય પણ 59 ટકા સુધી ઘટી જશે. આ અંગે અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા ટ્રાફિક વિભાગને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 19મી એપ્રિલનાં રોજ 200 સિગ્નલ બંધ કરવામાં આવશે. જ્યારે હાલ 20 જેટલાં સિગ્નલ બંઘ કરવામાં આવ્યા છે. ગરમી વધતાં AMC દ્વારા ટ્રાફિક વિભાગને રજૂઆત કરાઇ છે. તેમજ હાલ શહેરના 20 ટકા સિગ્નલો બ્લિંકર કરાયા છે. 200 જેટલા સિગ્નલો આગામી 19 તારીખથી બ્લિંકર કરાશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જાય છે. હવે ગરમીમાં શહેરના સિગ્નલ પર ઉભુ રહેવું પડશે નહીં. તેમાં બપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે. જેમાં અમદાવાદમાં બપોરે તમામ 252 ટ્રાફિક સિગ્નલ બ્લિંકર કરાશે.
અમદાવાદના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે 18 એપ્રિલે એક મીટિંગ મળવાની છે. ત્યારે મીટિંગમાં ચર્ચા કર્યા બાદ 19મી તારીખથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે. ગત વર્ષે પણ આકરી ગરમીના પગલે શહેરના મોટા ટ્રાફિક જંકશન પર સિગ્નલ બંધ રખાયા હતા.