અમદાવાદ : શહેરમાં ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે. હવાના પ્રદૂષણને રોકવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના આપી છે. શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર માલ-સામાન લાવવા લઈ જવા માટે જે ભારે વાહનો અને ટ્રકોનો ઉપયોગ કરે છે, તેના પૈડાને નિયમિત સાફ કરવાના રહેશે. બાંધકામ સાઈટ ઉપર ખોદાણની જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભારે વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે આરસીસી પેવિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત બાંધકામ સાઈટથી રોડના 50 મીટર રનિંગ સુધી આંતરિક રોડનું તેઓએ આરસીસી રોડ પેવિગ કરવાનું રહેશે.
બાંધકામ સાઈટો પર માલ સામાન લાવવા લઈ જવા માટે જે ભારે વાહનોને ટ્રકોનો ઉપયોગ કરે છે તેના પૈડાને નિયમિત સાફ કરવાના રહેશે. ટ્રકના ટાયર ઉપર રહેલી માટી કન્સ્ટ્રક્શન સાઈટ માંથી બહર આવે ત્યારે રોડ પર આવે છે આ બાબત ને જોતા ટાયર સાફ કરવા પડશે. બાંધકામ સાઈટ ઉપર ખોદાણની જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભારે વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે આરસીસી પેવિંગ કરવાનું રહેશે.આ ઉપરાંત બાંધકામ સાઈટથી રોડના 50 રનિંગ મીટર સુધી આંતરિક રોડનું તેઓએ આરસીસી રોડ પેવિગ કરવાનું રહેશે. ટાયરોમાં માટી ભરાઈને રોડ ઉપર આવે છે. જેના કારણે રોડને અને ફૂટપાથને નુકસાન થતું હોય છે. રોડ પર માટીના કારણે ધૂળ ઉડે છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય છે.
જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી એસ્ટેટ વિભાગના ઝોનલ સ્ટાફ દ્વારા મોર્નિંગ રાઉન્ડ દરમિયાન અને નિયમિતપણે જે પણ વોર્ડ અને ઝોનમાં બાંધકામ ચાલતી હોય તેવી સાઈટોની નિયમિત મુલાકાત લેવાની રહેશે. જે સરક્યુલર કરવામાં આવેલા છે, તેનું નિયમિતપણે પાલન થાય તેની સૂચના અને નોટિસ આપવાની રહેશે. જો કોઈપણ શરતોનો ભંગ થતો હોય તો આવા બાંધકામ સાઈટના બિલ્ડરને નોટિસ આપી અને તેની રજાચિઠ્ઠી રદ કરવા સુધીના કડક આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવ્યા છે.