અમદાવાદ : 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરીકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. બીઆરટીએસ, એએમટીએસ બાદ અમદાવાદીઓ સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અચાનક હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ કરતા જ આવેલા છતનું પોપડા પડ્યાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલ વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે જ શુક્રવારે છત પરથી કેટલોક ભાગ ખરીને પડ્યો હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના આધારે મીડિયાની ટીમ વાડજ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. જ્યા કઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જગ્યા પર નુકસાન થયું હતું તેને હટાવી તાત્કાલિક સમારકામ કરી દેવામાં આવ્યું છે.
નોંધનિય છે કે મેટ્રો સેવા શરૂ થયાના હજુ ગણતરીના મહિનાઓ થયા છે ત્યા આ પ્રકારની ઘટના બની રહી છે તે કેટલું યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે મેટ્રો તંત્ર સ્વ બચાવ કરતા કહે છે કે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જો ક્યાંક આ પ્રકારની ગંભીર બેદરકારી અન્ય જગ્યા થઇ હોત તો મોટી જાનહાનિ થઇ શકી હોત.
હાલ તો મેટ્રો સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ દુર્ઘટના બની નથી. પણ આજે મેટ્રો સ્ટેશન બાંધકામ બન્યા તેના હજુ મહિનાઓ થયા છે ત્યા જ આ પ્રકારના ઘટના ઘણી ગંભીર કહી શકાય. મેટ્રો માટે આ લાલ બતી સમાન કિસ્સો કહી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.