35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે લાંચિયા કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Share

અમદાવાદ: ACBની ટીમે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિહ અમરસિહ ઝાલાએ એક આરોપિત વ્યક્તિને લોકઅપમાં ન રાખવા અને બારોબાર કોર્ટમાં રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરદેવસિંહ ઝાલા એક વ્યક્તિની પૈસાની લેવડદેવડ બાબતની અરજીની તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં હરદેવસિંહના રાઇટર રવિન્દ્રસિંહ ડાભી પણ હતા. બંને પોલીસકર્મીઓ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અરજીને લઇ કલમ 151 મુજબ કાર્યવાહી કરી હતી, પરંતુ તે વ્યક્તિને લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં બારોબાર રજૂ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરીયાદીને લોકઅપમાં નહીં મુકવા તેમજ બારોબાર કોર્ટમાં રજુ કરવા માટે આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ACB ને જાણ કરતાં ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેપના આયોજન દ્વારા બે લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles