અમદાવાદ : AMC દ્વારા શહેરની હદ વિસ્તારમાં આવેલા ટીપી રસ્તાઓ પર રહેલા દબાણ દૂર કરવા અભિયાન ચાલી રહ્યુ છે. તેમજ ટીપી પરના દબાણો, મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી પર AMC નું બુલડોઝર ફરી વળ્યુ છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે આવેલા જૂના વાડજના રામાપીર ટેકરાની અંદાજીત 838 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરી છે. AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા જૂનાવાડજ સ્થિત રામાપીરના ટેકરામાં સેક્ટર-1 આવેલા કુલ 197 બાંધકામો પૈકી 196 બાંધકામો દૂર કરાવેલ છે. જ્યારે એક ધાર્મિક પ્રકારનું બાંધકામ સ્વૈચ્છિક રીતે સ્થાનિક રહીશો દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સેક્ટર-1ની કુલ 13857 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવેલ છે. જેની અંદાજીત કિંમત 138 કરોડની રૂપિયા જેટલી થાય છે.
આ અગાઉ જાન્યુઆરી -2023માં સેક્ટર-5માં 283 આવાસો તેમજ ફેબ્રુઆરીમાં હાઇકોર્ટના થયેલ કોર્ટ મેટરના તાકીદે નિકાલ લાવી સેક્ટર-3માં આવેલ આશરે 691 બાંધકામો દૂર કરી આશરે 70 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવેલ હતી. જેની અંદાજીત કિંમત 700 કરોડ રૂપિયા જેટલી છે.AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.