35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : કિન્નર બની ઠગે કર્યો મોટો ‘કાંડ’

Share

અમદાવાદ: ઘરમાં એકલા રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં કિન્નરના વેશમાં આવીને ગઠિયાએ છેતરપિંડી કરી મહિલા પાસે થી દાગીના અને રોકડ રકમ પડાવી લીધી છે.આરોપીએ મહિલાને તેના દુઃખ દૂર કરી આપવાની લાલચમાં આવીને વિશ્વાસમાં લીધા હતા. જોકે આ અંગે એલિસબ્રિજ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ સુનીતાનગરમાં ભૂમિકાબેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે.14 મી એપ્રીલના દિવસે એક કિન્નર તેમના ઘરે આવ્યા. અને તમારા ઘરમાં હાલમાં બહુ તકલીફ ચાલે છે. તેમ કહીને અલગ અલગ રીતે વિધિ કરવાના બહાને તેમના પાસે થી રોકડ અને દાગીના સહિત રૂપિયા 49 હજાર ની છેતરપિંડી કરી છે.જે અંગે મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

કિન્નરે ફરિયાદી પાસે ઘીના પૈસા માગતા ફરિયાદીએ તેઓને 1100 રૂપિયા આપ્યા હતા. પરંતુ કિન્નરે એક રૂપિયો લઇને બીજા પૈસા પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે, હું તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે નહિં. બાદમાં તેણે કહ્યું હતું કે, તમારા ઘરમાંથી રૂપિયા 32 હજાર લઈ મંદિરમાં મૂકી દો તમારા ઘરનું બધું સારું થઈ જાય બાદ તમે આ પૈસા માતાજી પાછળ વાપરી દેજો.

બાદમાં એક રૂમાલ પાથરીને કહ્યું હતું કે તેમાં પૈસા મૂકો અને 3 સોનાના દાગીના મૂકો તેના પર હું વિધિ કરીને આપુ બાદમાં દૂધમાં ધોઈને તે પહેરી લેજો. જેથી મહિલાએ રોકડ રૂપિયા 4,000 અને રૂપિયા ૪૫ હજારની કિંમતના દાગીના મૂક્યા હતા. કિન્નરે જણાવ્યું હતું કે મારામાં માતાજીનો સાક્ષાત વાસ છે આ રૂમાલ મારી થેલીમાં મૂકી દો હું વિધિ કરીને હમણાં બે કલાકમાં આવું છું ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો. જો કે કલાકો સુધી રાહ જોયા બાદ પણ પરત ફર્યો ના હતો. હાલ માં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles