અમદાવાદ : દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC સિવિલ સર્વિસીઝ 2022નું ફાઈનલ રિઝલ્ટ આખરે જાહેર થઈ ચૂક્યું છે. આ પરીક્ષામાં ઈશિતા કિશોર સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે આવી છે. એટલું જ નહીં ટોપ 10માં 6 મહિલા ઉમેદવાર છે.
આજે જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2022 પરીક્ષામાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરત યુવક મયુર પરમારે દેશમાં 823 અને ગુજરાતમાં 9મો રેન્ક આવ્યો છે. ખાસ વાત તો એ છે કે મયૂરના પિતા રમેશભાઈ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ છે અને પીસીઆર વાનના ડ્રાઈવર છે. મયુર ગુજરાતી લિટરેચરમાં પાસ થયો છે. મયુર છેલ્લા 4 વર્ષથી તૈયારી કરતો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતના 6 ઉમેદવાર જ પાસ થયા હતા અને તેમાં એક પણ મહિલા ઉમેદવાર પાસ થઈ નહોતી. જ્યારે આ વર્ષે બે મહિલા ઉમેદવાર પણ ઝળકી છે. ગુજરાતમાં પ્રથમ સ્થાને અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે દેશમાં 145મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં ગુજરાતમાંથી 4 ઉમેદવારે સ્થાન મેળવ્યું છે. જેમાં દુષ્યંત ભેડા 262, વિષ્ણુ શશીકુમાર 394 અને ચંદ્રેશ સાખલાએ 414મો રેન્ક મેળવ્યો છે.
ગુજરાત સ્પીપાના 16 સ્ટુડન્ટ્સે મેદાન માર્યું
1. અતુલ ત્યાગી
2. દુષ્યંત ભેડા
3. વિષ્ણુ શશીકુમાર
4. ચંદ્રેશ સખાલા
5. જોગાણી ઉત્સવ સતીષભાઈ
6. માણસી મીણા
7. કાર્તિકેય કુમાર
8. મૌસમ મહેતા
9. મયૂર પરમાર
10. આદિત્ય અમરાણી
11. કેયૂર પારગી
12. નયન સોલંકી
13. મંગેરા કૌશિક ભાનુભાઈ
14. ભાવનાબેન વાઢેર
15. ચિંતન દૂધેલા
16. પ્રણવ ગૈરોલા