અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ આજે રવિવારે (28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે ‘મન કી બાત’નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.
ગત રવિવારે PM નરેન્દ્ર મોદીના 101માં મન કી બાતનો કાર્યક્રમ નવા વાડજમાં કિરણ પાર્ક પાસે આવેલ શંભુ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મન કી બાત નો કાર્યક્રમ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ (ભગત) તથા નવા વાડજ વોર્ડના મહામંત્રી મુકેશભાઈ પટેલ તથા સિનિયર કાઉન્સિલર ભાવનાબેન વાઘેલા તથા કાઉન્સિલર લલીતાબેન મકવાણા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવાય છે મૉટે ભાગે મન કી બાતનો કાર્યક્રમ જોવા માટે ઘરમાં આયોજન કરાય છે પરંતુ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અગાઉ એપ્રિલમાં ‘મન કી બાત’નો 100મો એપિસોડ PM મોદીએ દરેક લોકો સુધી પહોંચાડીને એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. PM મોદીનો એ એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પણ બતાવાયો હતો. આ સાથે જ ‘મન કી બાત’ ના 100માં એપિસોડમાં PM મોદીએ કાશ્મીરનાં એક પેન્સિલ લાકડી નિર્મતા મંઝૂર અહેમદ સાથે વાત કરી હતી. પહેલા પણ PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમનું અને તેમના કામનાં વખાણ કર્યા હતાં.