31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

Share

અમદાવાદ : મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા બાદ અમદાવાદ શહેરમાં સીએનજીનો નવો ભાવ 75.09 રૂપિયા થઈ ગયો છે. ભારત સરકારના ભાવ ઘટાડાના 2 મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે.

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ બે મહિના બાદ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો 80 પૈસાનો કરાયો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો 80 પૈસાનો વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને 75.09 રૂપિયા થયો છે. આ પહેલા CNG ગેસનો જૂનો ભાવ 74.29 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલના સમયમાં લોકો પહેલેથી મોંઘવારીના મારે તળે દબાયેલા છે, ત્યારે રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles