22.3 C
Gujarat
Sunday, December 8, 2024

સાવધાન અમદાવાદીઓ ફેરીયાઓથી ચેતીને રહેજો ! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ ?

Share

અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડના બનાવો વધી રહ્યાં છે ત્યારે તાજેતરમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો હતો જેમાં ડોક્ટર દંપત્તિને ત્યાં ચોરીનો બનાવ બનતા ઝોન-1 એલસીબીની ટીમ હરકતમાં આવતા ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી 12.50 લાખની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઝોન-1 DCPની એલસીબી ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે ટીમને બાતમી મળી કે નારણપુરા જીવનદીપ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં 12.50 લાખની ચોરી કરનાર શખ્સો નીકળવાના છે. જેથી પોલીસે બંધ મકાનમાંથી સોનાના -દાગીના અને રોકડ સહિત કુલ રૂ.12.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જુગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયો દાતણીયાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારોમાં ફરીને બંધ મકાનોની માહિતી મેળવીને રાત્રીના સમયે તે મકાનમાંથી ચોરી કરતી ગેંગના સાગરીતો છે. ઝોન-1 એલસીબીની ટીમે ઝડપેલા આરોપીઓ પાસેથી પોલીસે રૂ.12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પુછપરછ હાથ ધરી હતી.

પકડાયેલા ત્રણે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી ધર્મેશ ઉર્ફે જુગોના વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં, તથા વિજય દંતાણીના વિરુદ્ધમાં ઘાટલોડીયા, આનંદનગર, નવરંગપુરા, પાલડી, સાબરમતી, વાસણા, વાડજ પોલીસ સ્ટેશનમાં અને આરોપી જયેશ ઉર્ફે બડિયાના વિરુદ્ધમાં સેટેલાઈટ, ઘાટલોડીયા અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.

આરોપીઓ પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ફ્રુટની લારી લઈને અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. અને તે દરમ્યાનમાં બે-ત્રણ દિવસથી બંધ હોય તેવા મકાનની રેકી કરતા હતા. બાદમાં રાત્રીના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. ત્યારે હાલ તો આ મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles