મદાવાદ : કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલ હેરિટેજ લૂક ધરાવતા લાલ દરવાજ બસ ટર્મિનસે પેસેન્જરોના મન મોહી લાધા છે. તેનો પિંક કલર ધરાવતા ભવ્ય બિલ્ડિંગની છટા દૂરથી જ સોહામણી લાગે છે. આ ટર્મિનસના આઠ પ્લેટફોર્મ હોઈ તમામે તમામ પ્લેટફોર્મ પર થઈને બસની અવરજવર થવા લાગી હોઈ કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણવું પેસેન્જર માટે જરૂરી બન્યું છે.
એક રિપોર્ટ મુજબ પ્લેટફોર્મ નં. ‘શૂન્ય’ પરથી નટરાજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરૂકુળ, થલતેજ, શીલજ, રાંચરડા, પલોડિયા, ડાભલા ચોકડી અને ભૂયંગદેવ તરફ જવા રૂટ નં, ૫૧, ૫૧/શ, ૬૦, ૬૫, ૧, ૪૦૦ ઉપડશે અને ગુજરાત કોલેજ, સીએન વિદ્યાલય, શિવરંજની, ઈસ્કોન, બોપલ ઘુમા, મણિપુર, ગોધાવી ગામં. સાણંદ તરફ જવા માટે રૂટ નં. ૧૩૮/૧ ૧૫૧, ૧૫૧/ ૩ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૧ પરથી નટરાજ, ઈન્કમટેક્સ, સરદાર પટેલ કોલોની, અંકુર સોસાયટી, વૈષ્ણદેવી મંદિર, જાસપુર તળાવ તરફ જવા ૬૩, ૬૩/૧, ૬૪, ૬૪/૧, ૬૪/૩, ૬૫, ૬૫/૨, ૫૦૦ ઉપડશે. સંન્યાસ આશ્રમ, વસ્ત્રાપુર, નહેરૂનગર, પાંજરાપોળ, ગુજરાત યુનિવર્સિટી તરફ જવા માટે રૂટ નં. ૫૨/૨, ૫૬, ૫૬/૧, ૧૩૮, ૧૪૨, ૧૫૧/૪ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૨ પરથી રૂટ નં. ૭૧/૧, ૭૧/૧/શ, ૭૨/શ, ૭૪/૧, ૮૩-૮૪-૮૫ ઉપડશે. રૂટ નં. ૧૩/ ૧, ૭૨, ૭૪, ૨૨ અને ૭૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૩ પરથી રૂટ નં. ૩૧/૪, ૩૧/૫, ૩૩/૧, ૩૫, ૩૪/ ૩, ૩૪/૪ ઉપડશે. ૩૧, ૩૩, ૩૭, ૧૨૩, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૪ પરથી રૂટ નં. ૧૨૩/શ, ૧૨૫ ઉપડશે. તો રૂટ નં. ૩૩, ૩૭, ૧૩૮, ૫૬, ૫૬/૧ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૫ પરથી રૂટ નં. ૧૪૨, ૧૪૪/૧ ઉપડશે.
પ્લેટફોર્મ નં.૬ પરથી ૧૫૧/શ, ૧૫૨/શ, ૧૫૨, ૧૫૨/૧ ઉપડશે. જ્યારે રૂટ નં. ૧૫૧, ૧૫૧/૩, ૧૫૧/૪ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૭ પરથી રૂટ નં. ૧૦૫, ૧૧૧/૨, ૧૧૨ ઉપડશે અને ૩૧, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં.૮ પરથી ૧૩૧/ ૧/શ, ૧૪/શ, ૧૪/૧, ૨૨/૧ ઉપડશે, જ્યારે રૂટ નં. ૩૧/૧, ૨૨, ૫૨/૨, ૭૨, ૭૪, ૭૫ પસાર થશે.