અમદાવાદ : પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના મહત્વને આગામી પેઢી સુધી લઇ જવા માટે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના નવા વાડજ ખાતે આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેશ કર્ણાવતી ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં પર્યાવરણ દિનની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા-30-6-2023 ને શુક્રવારના રોજ ગણેશ કેમ્પસ ખાતે આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેશ કર્ણાવતી ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગ્રીન કલરના આકર્ષક ડ્રેસમાં ગ્રીન કલરની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ લઈને આવ્યા હતા. આ ઉપરાંત વિધાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ દ્વારા ડોન્ટ યુસ પ્લાસ્ટીકની અપીલ પણ કરી હતી. આમ પર્યાવરણ દિવસ ઉજવણીને લઈને શાળાનું સમગ્ર કેમ્પસનું વાતાવરણ અત્યંત હરિયાળું અને પ્રાકૃતિક જોવા મળ્યું હતું.
આ ઉજવણી દરમ્યાન શાળાના વિધાર્થીઓને પર્યાવરણનું રક્ષણ તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબતે સમજૂતી આપવા માટે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ બંને શાળાના આચાર્યના નિરીક્ષણ હેઠળ કરવામાં આવેલ. કાર્યક્રમના સફળતાપૂર્વક આયોજન માટે કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી જસ્મીનાબેન પટેલ તથા ટ્રસ્ટી સૌરભભાઈ પટેલે સર્વ શિક્ષક ગણને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.