અમદાવાદ : શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. GMRC લિમિટેડ દ્વારા જણાવ્યા અનુસાર લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી.ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ GMRC લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ સમાજના વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી.ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ઉપરોક્ત પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી (એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા) બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં પ્રથમ ટ્રેન સવારે 6:20 કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન 6:40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7:00 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ દર 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે.
ગત એપ્રિલ મહિનામાં અમદાવાદમાં રહેતાં વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાવાળા લોકોએ મેટ્રોની ફ્રિકવન્સી અને ટાઈમમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. તંત્રએ આ રજૂઆતને ધ્યાને લઈને ટ્રેનની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લીધો હતો.