અમદાવાદ : અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સામે પોલીસ કાર્યવાહી અકસ્માત કેસ બાદ શહેરમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે આવતીકાલથી સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઇવ શરૂ થવાની છે. ત્યારે રોંગ સાઇડમાં વાહન ચલાવનારા અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ, આવતીકાલે સવારે 11 વાગ્યાથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થવાની છે. જેમાં ગેરકાયદેસર પાર્કિગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ અને AMC સંયુક્ત રીતે આ કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનારા અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
તથ્ય પટેલે ઈસકોન બ્રિજ પરથી ઓવરસ્પીડમાં કાર ચલાવી 9 યુવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના બાદ સફાળી જાગેલી પોલીસે હવે રોજ રાતે ઓવરસ્પીડ, ડ્રન્ક એન્ડ ડ્રાઈવ તેમજ રેસ, સ્ટન્ટ કરતા નબીરાઓને પકડવા માટે ડ્રાઈવ શરૂ કરી છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ તેમજ રિવરફ્રન્ટ સહિતના રસ્તાઓ ઉપર સતત 3 દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે જે આગામી એક મહિના સુધી ચાલશે.