અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે કે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અંતર્ગત તિરંગા યાત્રા યોજાય. જેને લઈ અમદાવાદમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ પટેલ (ભગત) દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા.આ અગાઉ સવારે ઘાટલોડિયામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ પટેલ દ્વારા દેશના સ્વતંત્ર પર્વને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ નારણપુરા વોર્ડ દ્વારા પૂર્વ સૈનિક કાંતિભાઈ પટેલ, રમેશભાઈ ચૌહાણ, શક્તિસિંહ યાદવ, અરવિંદકુમાર મિશ્રાનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું, ત્યારબાદ તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી,જે નારણપુરામાં વિવિધ વિસ્તારમાં ફરી સમાપન કરાયું હતું.આ અગાઉ સવારે ઘાટલોડિયામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી.
તિરંગા યાત્રામાં દેશ ભક્તિની ભાવના સાથે મોટી સંખ્યામાં લોકો બાઈક લઈ જોડાયા હતા.આખું વાતાવરણ દેશ ભક્તિની ભાવના સાથે તિરંગામય બન્યું હતું.ખાસ આ તિરંગા યાત્રામાં સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાઈક ચલાવી તિરંગા યાત્રામાં જોડાયા હતા.