27.3 C
Gujarat
Tuesday, October 15, 2024

ગુજરાતના મંદિરો પણ દેશભક્તિના રંગે રંગાયા, અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના મંદિરોમાં તિરંગાનો અદભુત શણગાર

Share

અમદાવાદ : આજે સમગ્ર ભારત દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે.ત્યારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં પણ ભગવાનને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં દેશભક્તિ સાથે સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ સ્વતંત્રતા પર્વને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યો છે. આવી જ રીતે અંબાજી મંદિરને પણ સુંદર રોશનીથી ઝળહળતુ કરવામાં આવ્યુ છે. જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો છે. આમ ભગવાનના દર્શનના આજે ધાર્મિક ભક્તિ સાથે દેશ ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે.

સાળંગપુર હનુમાન દાદાનો શણગાર
પ્રસિદ્ધ હનુમાનજી મંદિર સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાના મંદિરે અનોખો શણગાર સજવામાં આવ્યો હતો. દાદાને તિરંગાનો દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. સાળંગપુર દાદાને દરરોજ સુંદર શણગાર અલગ અલગ સજવામાં આવતા હોય છે. પરંતુ 15 ઓગષ્ટે વિશેષ શણગાર પવિત્ર મંગળવારના દિવસે કરવામાં આવ્યો હતો. સફેદ અને કેસરી ફુલો તમજ લીલા પાન વડે ત્રણ રંગોથી સુંદર શણગાર કરાયો હતો.

દાદાની પ્રતિમાની ઉપર લાલ કિલ્લાની છબી તૈયાર કરીને રાષ્ટ્ર ધ્વજ પણ લગાવવામાં આવ્યા હતા.

અંબાજીમાં સુંદર રોશની કરાઈ
પ્રસિદ્ધ યાત્રાધામમાં એક દિવસ અગાઉથી જ સુંદર દેશભક્તિમય વાતાવરણ મંદિરના ચોકમાં જોવા મળી રહ્યુ છે. અહીં શાળાના બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજીને દેશભક્તિના નાદથી મંદિર પરિસરને ગુંજાવ્યુ હતુ. જેનો વીડિયો પણ ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

મંદિરને ખાસ લાઈટીંગ કરવામાં આવી હતી. ત્રણ રંગની રોશનીનો શણગાર સજાવવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર રોશનીનો શણગારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત મંદિર દ્વારા તસ્વીરો પણ દેશભક્તિને લઈ તૈયાર કરીને શેર કરવામાં આવી હતી.

સોમનાથ દાદાની સાથે તિરંગો
અધિક શ્રાવણમાસમાં ભક્તોનો ધસારો શિવ મંદિરોમાં ખૂબ રહે છે. પ્રસિદ્ધ સોમનાથ મંદિરે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો ખૂબ રહેતો હોય છે. 15 ઓગષ્ટને લઈ અહીં ભગવાન સોમનાથના શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો હતો. આમ શિવલિંગના દર્શન સાથે તિરંગાના દર્શન કરી રહ્યા હતા.

બગદાણામાં તિરંગા હાર
બાપા સિતારામ મંદિર ખાતે બાપા સિતારામને તિરંગા હાર અર્પણ કરાયો હતો. મંદિરે ભક્તોએ તિરંગો લહેરાવ્યો હતો અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

ચોટીલા મંદિરે અનોખા દર્શન
પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પણ સુંદર દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. ચામુંડા માતાજીની મુર્તી સાથે ગર્ભગૃહમાં તિરંગા લહેરાવાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

અમદાવાદના સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભગવાન ગણેશને તિરંગાનો અનોખો શણગાર
અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભગવાન ગણેશને તિરંગાનો અનોખો શણગાર સજવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

રાજ્યમાં પાવાગઢ, શામળાજી, સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં સ્વતંત્રતા પર્વને લઈ દેશ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુંદર સજાવટ સાથે તિરંગા મંદિરોના ગર્ભ ગૃહ અને મંદિરની બહાર જોવા મળી રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles