અમદાવાદ : શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ સાબરમતી જેલમાં બંધ છે. તેની સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રગ્નેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મોઢાના કેન્સરની સારવાર માટે જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. અત્યારે પ્રગ્નેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં. પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી હંગામી જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. જામીન લેવા માટે તલપાપડ થઈ રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે.
મોઢાના કેન્સરની સારવાર કરવા માટે જામીન માંગવામાં આવ્યા હતા. આ જામીન અરજીમાં મૃતક પરિવારજનના વકીલે વાંધા અરજી કરી હતી. ગત સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ન આપવા માટે કોર્ટને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, જો જામીન મળશે તો સાક્ષીઓને હાનિ પહોંચી શકે છે.