અમદાવાદ : ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. તાજેતરમાં ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને દેશની સાથે અમદાવાદવાસીઓએની પણ ખુશીઓની કોઈ સીમા રહી ન હતી. ઠેર ઠેર ઢોલ નગારા અને ફટાકડાની આતિષબાજી કરીને આ ઐતિહાસિક કમિયાબીને અત્યંત ઉત્સાહ સાથે વધાવી હતી.
ત્યારે શહેરના નવાવાડજની નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી સ્કૂલ ખાતે ચંદ્રયાન-3ની સફળતાપૂર્વક લેન્ડિંગની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના સાયન્સ ટીચર પ્રવિણાબેન સોલંકીના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3ની સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ આ એક રાષ્ટ્રીય ઉપલબ્ધિ છે.
આ પ્રસંગે શાળામાં પોસ્ટર,સ્લોગન અને દેશભક્તિ ગીતોનો સુંદર કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એ ISRO, ડો કલામ અને ડૉ વિક્રમ સારાભાઈને અંજલિ આપવામાં આવી હતી.