અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે અનેક પ્રશ્નો નડી રહ્યા છે પરંતુ જેમાં સૌથી પૈચીદો પ્રશ્ન છે ગીફટ મની..કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, સરકારની હાઉસીંગ પોલીસીમાં ગીફટ મનીનો કોઈ ઉલ્લેખ નથી, સાથે સાથે ગીફટ મની ન આપવી એવો પણ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પણ નથી, જાણકારોના મત મુજબ સરકાર પોલીસી બનાવતી વખતે વિષયના નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને જ પોલીસી બનાવતી હોય છે, જેથી પાછળથી કોઈ દોષનો ટોપલો સરકારના માથે ઢોળી ન શકે.
હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.
નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, કયાંક શરૂઆત છે, કયાંક અધવચ્ચે છે તો કયાંક અંતિમ તબકકામાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી મહત્વનું એ છે કે નવા વાડજમાં ઉત્સવ સહિત અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા અટકી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં મુખ્યત્વે ગીફટ મની સહિતના મુદ્દે મડાગાંઠ હોવાનું મનાઈ રહ્યું છે.
એક હાઉસીંગના આગેવાનના જણાવ્યા મુજબ ગીફટ મનીની માથાકુટમાં પડવું જોઈએ નહીં, ગીફટ મની માંગણી કર્યા વગર રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ.અન્ય એક હાઉસીંગના આગેવાનના મત મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર પ્રીમિયમનો ૧૦૦% હિસ્સો ગુજરાત હાઉસિંગ બોર્ડને આપે છે બિલ્ડર પ્રીમિયમનો ૧૦% હિસ્સો ગીફટ મની તરીકે તરીકે આપે તો કઈ ખોટુ નથી.જો ગીફટ મની અપાય તો રિડેવલમેન્ટની વધુ ઝડપી બનશે.
છતાં પણ કેટલીક જગ્યાએ બિલ્ડર અને રહીશોમાં અંદરખાને સમજૂતી મુજબ ગીફટ મની પણ ઓફર કરાયા છે, તો કયાંક ગીફટ મની માટે બિલ્ડર દ્વારા ઈન્કાર કરી વર્ષો સુધી પ્રોજેકટ લટકાવી દેવામાં આવે છે ત્યારે જો રહીશોને ગીફટ મની કે ફર્નીચર લેખે ચોક્કસ રકમ આપવામાં આવે તેવી કેટલીક જગ્યાએ માંગણીઓ પણ ઉઠી છે.
હાઉસીંગ વસાહતોને બાદ કરતા ખાનગી સોસાયટીઓની રિડેવલમેન્ટની પ્રક્રિયાની વાત કરીએ તો મોટાભાગની સોસાયટીઓમાં ભાડાની સાથે સાથે ફર્નીચર પેટે નાની મોટી રકમ ગીફટ મની આપવામાં આવે છે આ ઉપરાંત ટીવી કે એેેેેસી સહિતની ગીફટો પણ આપવામાં આવી રહી છે.
આમ હાઉસીંગ રિડેવલમેન્ટમાં ભાડાની સાથે સાથે ગીફટ મની આપવામાં આવે તો ગીફટ મનીની નાની મોટી રકમ હાઉસીંગમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગને આ રકમ જીવનમાં ખૂબ જ મોટો ટેકો કરી શકે તેમ છે.
નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, હાઉસીંગના રહીશો કે જે નિમ્ન મધ્યમ વર્ગમાં વહેંચાયેલ છે એમાંય ખાસ કરીને LIG અને MIG હાઉસીંગના મોટા ભાગના રહીશો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે.ત્યારે આવા રહીશોને ગીફટ મની મળે અને તેઓની માંગણીઓને વાચા મળે તે હેતુ સાથે આ રજૂઆત સરકાર, બિલ્ડર અને નાગરિકો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.
(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને રિડેવલમેન્ટની પ્રક્રિયામાં અંતિમ તબક્કામાં છે એ લોકોએ તાત્કાલિક રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)