અમદાવાદ : માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો.ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી પગપાળા પ્રસ્થાન કરતા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ તરીકે ગણના થાય છે એવા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ સતત 30 માં વર્ષે પદયાત્રીઓ અને બાવન ગજની ઘજા સાથે આદ્યશક્તિને આરાધવા આગામી તા.16-9-23 ને શનિવારના રોજ સવારે 6-00 કલાકે વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. અને તા.24-9-23 ને રવિવારના રોજ અંબાજી ખાતે સવારે 7-00 કલાકે ધજા આરોહણ કરશે. આ અગાઉ સંઘ દ્વારા આયોજીત ધજાપૂજન તા.15-9-23 ને શુક્રવારના રોજ સાંજે 5-30 કલાકે રાખેલ છે, તો દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે નમ્ર અપીલ છે.
જો આપ દ્વારા સંજોગાવસાત અંબાજી સુધી પદયાત્રા કરી શકતા ના હોય તો પણ સપરિવાર…આદ્યશક્તિનાં બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન થયેલા એવા રથને વિદાય આપવા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી,સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી, નીલ કોમ્પલેક્ષ સુધી પુરક પદયાત્રા કરવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.