(માનવ જોષી દ્વારા), અમદાવાદ : રમત ગમતની વાત નીકળે તો ‘ભારત એટલે ક્રિકેટનું કાશી’ એમ જ દરેક ભારતીયની દ્રઢ માન્યતા છે..ક્રિકેટને રાષ્ટ્રીય રમત સમજતા આપણા દેશમાં ફૂટબોલની રમતને પોતાનું બાળપણ સમર્પિત કરનાર નીલ લીલાધર ચાંદેકરની લગન અને મહેનત આપણું ધ્યાન ખેંચી લે તેવા છે.
અનંત સ્કૂલ ઓફ એક્સિલન્સમાં (સાણંદ) અભ્યાસ તથા સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અને ડીસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં તાલીમ લઈને છેલ્લા 7 વર્ષથી નીલ ફૂટબોલને પોતાની સાધના માની દિવસ રાત એક કરી રહ્યો છે. તેના માટે જરૂરી ફિટનેસ કેળવવા કરવું પડતું વર્ક આઉટ એ નીલનો રોજિંદો નિત્યક્રમ છે. વિવિધ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ જેમ કે જુનિયર બોયઝ અંડર-14, જુનિયર બોયઝ અંડર-17 માં પોતાની પ્રતિભાનો અનેરો પરિચય નીલે બતાવ્યો..ત્યારબાદ 18/7/23 થી 3/8/23 સુધી એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી, રાજકોટ ખાતે રમાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 21 જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ અને તેમાં 45 ફૂટબોલ ખેલાડીઓની પસંદગી કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ભાવનગર ખાતે 7/8/23 થી 30/8/23 સુધી પ્રી નેશનલ કેમ્પ રાખવામાં આવેલ અને એ 45 ખેલાડીઓમાંથી ફાઇનલ 22 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા, તેમાં નીલ લીલાધર ચાંદેકરને વેસ્ટ બંગાલમાં નેશનલ લેવલ પર રમવા પસંદ કરવામાં આવેલ છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), શાહીબાગ ડફનાળા ખાતે ASI તરીકે ફરજ બજાવતા બાલાજી ચાંદેકરનો પુત્ર નીલે સ્કૂલ લેવલથી નેશનલ લેવલ સુધી પહોંચીને તેના માતા-પિતા, સ્કૂલ, કોચ, સ્પોર્ટ્સ સંકુલ અને ગુજરાત પોલીસનું નામ રાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે. 7 વર્ષના સતત પરિશ્રમ પછી આજે નીલ ભારતની રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ દુનિયામાં ફૂટબોલની રમતને વિશેષ પ્રતિષ્ઠા અપાવી આપણા દેશમાં આ રમત પ્રત્યે આકર્ષણના બીજ વાવ્યા છે એમ કહીએ તો નવાઈ નહી…