31.2 C
Gujarat
Monday, July 15, 2024

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું

Share

અમદાવાદ : માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ અનેક ધજા-પતાકાઓ લઇને અંબાજી પગપાળા આવતા હોય છે. ત્યારે અમદાવાદનો સૌથી જૂનો નવા વાડજ વ્યાસવાડીથી પગપાળા સંઘ આજથી અંબાજી જવા રવાના થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે મહાઆરતી બાદ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયુ હતું. 52 ગજની ધજા સાથે નવા વાડજ વ્યાસવાડીથી પગપાળા સંઘ રવાના થયો છે.સમગ્ર નવા વાડજ વિસ્તારમાં નિર્ધારિત રૂટ પર ભવ્ય રંગોળી કરીને સંઘનું સ્વાગત કરાયુ હતું. આ ઉપરાંત અનેક સ્થળોએ માતાજીના રથનું લોકોએ રસ્તામાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સતત 30 વર્ષથી વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જાય છે. છેલ્લા 30 વર્ષથી નિરંતર 52 ગજની ધજા સાથે એકમના રોજ અંબાજી માં અંબાના દર્શને પ્રયાણ કરે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં 30 વર્ષથી સંઘ દર વર્ષે ભાદરવા સુદ એકમના દિવસે અંબાજી દર્શન કરવા પગપાળા નીકળે છે. હરહંમેશ આ સંઘ અંબાજી જવા રાજ્યમાં પ્રથમ શરૂઆત કરે છે. તેના બાદ અન્ય સંઘ ધીરે ધીરે અંબાજી જવા નીકળે છે. માં અંબે આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles