અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતા રિપોર્ટ મુજબ તેઓ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે. અમદાવાદ સાબરમતી આશ્રમ તેમજ છોટા ઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં હાજરી આપશે.
આગામી 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિના પ્રસંગે PM મોદી ફરી એકવાર ગુજરાતમાં આવશે, આ દરમિયાન PM અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે, અહીં PM મોદીના કેટલાક કાર્યક્રમો યોજાશે, જેમાં PM પહેલા અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, આ પછી છોટા ઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં હાજરી આપશે. ખાસ વાત છે કે, આ દરમિયાન PM મોદી બોડેલી ખાતેથી 5000 કરોડના શિક્ષણના કામોનું લોકર્પણ કરશે. અહીંથી ગુજરાતમાં બનેલી નવી શાળા સંકુલ, ઓરડા, કૉમ્પ્યુટર, લેબ તથા સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરશે.
5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા, લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે.