અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમો અંગે જાગૃકતા ફેલાવવા માટે ગણપતિ બાપ્પા તરફથી વાહન ચાલકોને હેલ્મેટ આપવા માટે આવ્યા હતા.ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધર્યો હતો, પોલીસે ગણપતિનો વેસ ધારણ કરી ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટ પહેરવા લોકોને સંદેશ આપ્યો હતો. ગણપતિ બાપાએ પહેરાવ્યા વાહન ચાલકોને હેલ્મેટ, મને તો બીજું મસ્તક મળ્યું પણ તમને નહીં મળેના સંદેશા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના હેબતપુર ચાર રસ્તા નજીક શહેર ટ્રાફિક વિભાગના અધિકારીઓ ભગવાન ગણેશના વેશ ધારણ કરીને શહેરના લોકો જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેવા લોકોને રસ્તા પર ઉભા રાખીને હેલ્મેટ પહેરાવી અને બેનરો સાથેના લખાણો જે લખ્યા હતા તે બતાવી અને હવે ટ્રાફિકના નિયમો નહિ તોડે તેવી બાંહેધરી લઈને હેલ્મેટ આપીને જવા દેવામાં આવ્યા હતા. બીજી તરફ ભગવાન ગણેશનો વેશ ધારણ કરનાર ટ્રાફિક વિભાગના PSI પણ નિયમો પાલન કરવા સૂચન કરી રહ્યા હતા.તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વાહન હંમેશા ધીમે ચલાવો અને સાથે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ.
ટ્રાફિક પશ્ચિમના DCP નીતા દેસાઈએ જણાવ્યું હતું કે આ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે ભગવાન ગણેશ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માત ઘટે તે હેતુથી આ પ્રકારે આયોજન કર્યું હતું. આગામી સમયમાં શહેરમાં આવેલા ગણેશ પંડાલમાં પણ બેનરો લગાવામાં આવશે. જેમાં ભગવાન ગણેશ હેલ્મેટ પહેરીને એક્ટિવા પર જતા હોય તેવા બેનરો લગાવવામાં આવશે અને તેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે.
વર્ષ 2021માં 4 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા છે અને વર્ષ 2022માં 6 લાખ કરતા વધારે રોડ અકસ્માત થયા હતા અને જેમાં સૌથી વધારે બાઈક ચાલકોના મોત થયા હતા જેમાં સૌથી વધુ હેલ્મેટના પહેરવાના કારણે અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તેવા વાહન ચાલકોને હેલ્મેટ આપીને નિયમો સમજાવ્યા હતા. ગણપતિ બાપ્પાએ શહેરીજનોને ટ્રાફિક નિયમનના પાઠ શીખવ્યા અને હેલ્મેટ વિના વાહન ચલાવનારને ગણપતિ બાપ્પાએ વિનામૂલ્યે હેલ્મેટ આપ્યા હતા.