અમદાવાદ : છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે બસમાં બેઠા હોય ત્યારે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં એક યુવાનનું નાની ઉંમરે મોત થયું છે. ખાનપુરમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના 29 વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોત નિપજ્યું હતું. યુવક પરિણીત હતો અને તેને બે વર્ષની દીકરી પણ છે.
ખાનપુરનો આ યુવક સાડીઓનો વેપારી હતો અને ઘરેથી જ કામ કરતો હતો. જ્યારે તેના પિતા યુવકના મૃત્યુ બાદ પરિવારે વહેલી સવારે 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. અચાનક યુવકના મોતથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. તો 2 વર્ષની બાળકીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.