અમદાવાદ : અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ત્રણ સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય બે ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં તાજેતરમાં વધુ બે ચાર સોસાયટીઓમાં ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અનેક સમસ્યાઓ અને પ્રશ્નો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ બની રહી છે, જેથી બે-ચાર મુદ્દે હાઉસીંગ રિડેવલપમેન્ટ માટે હાઉસીંગ બોર્ડે કે સરકારે ફરીથી વિચારવું પડશે.
આપણે અગાઉ પણ રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ પ્રશ્નોમાં દસ્તાવેજનો મુદ્દો અને વધારાના બાંધકામના મુદ્દાની વાત કરી હતી. આજે એ જ મુદ્દા વિશે વધુ વિગતવાર વાત કરીશું. રિડેવલપમેન્ટમાં સૌથી બાધારૂપ પ્રશ્નોમાં હાઉસીંગમાં વધારાના બાંધકામનો હોવાનું જાણવા મળ્યું છે. નારણપુરા, સોલા અને નવા વાડજ સહિતની હાઉસીંગની સોસાયટીઓમાં રહીશોએ વધારાના બાંધકામ કરી દીધા છે.જેમાં કેટલાંક લોકોએ અન્ય કરતાં અનેકગણા મોટા તોતીંગ બાંધકામ તાણી બાંધ્યા છે, એમાંય ખાસ કરીને રેસીડન્ટ વિસ્તારમાં અનેક રહીશોએ કોમર્શિયલ બાંધકામો તાણી બાંધ્યા છે, અને આ લોકો રિડેવલમેન્ટનો બાંયો ચડાવી વિરોધ કરી રહ્યા છે.
મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ વિસ્તાર હોય છે કયાંક હાઉસીંગ દ્વારા કોમર્શિયલ પણ બનાવાયા છે પરંતુ સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.
હવે તમને જણાવી દઈએ કે સરકારની રિડેવલમેન્ટ પોલીસીમાં રેસીડન્ટમાં 40 ટકા અને કોમર્શિયલમાં 25 ટકા વધુ મોટા બાંધકામ આપવાની જોગવાઈ છતાં અનેકગણા બાંધકામ તાણી બેઠા હોવાને કારણે આવા દસ-પંદર લોકો માટે સોસાયટીના બહુમત સભ્યોને હેરાન થવાનો વારો આવે છે.
હાઉસીંગ બોર્ડ દ્વારા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ વિરુદ્ધ કાયદાનો દંડા વિઝાવવો જોઈએ
અમદાવાદ : મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ અને કોમર્શિયલમાં વધારાના બાંધકામ અને એમાંય ખાસ કરીને રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલનું અનેક ગણું કોમર્શિયલ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ હાઉસીંગ બોર્ડ દ્વારા કાયદાનો દંડા વિઝાવવો જોઈએ.જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બની શકશે.
એક આગેવાનના મત મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જયારે હાઉસીંગ સોસાયટીની સંમતિ સ્વીકારાય અથવા ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાય અથવા તો બિલ્ડર અને એસોસિયેશન વચ્ચે એમઓયુ થાય એ પહેલા આ પ્રકારના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેક ગણા બાંધકામ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ નોટીસો બજાવી કાયદેસરની કાર્યવાહી કરી આ પ્રકારના ગેરકાયદે બાંધકામ દુર કરવા જોઈએ.
સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.