અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હેલમેટ પહેર્યા વિના વાહન હંકારતા પોલીસ અધિકારી-કર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ જારી કર્યો છે. આગામી 26 માર્ચથી પહેલી એપ્રિલ સુધીમાં આ ડ્રાઈવ હાથ ધરાનાર છે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશાનુસાર પોલીસ અધિકારી-કર્મીઓ પોતાની ફરજ પર આવતાં-જતાં હેલમેટ પહેર્યા વગર કાયદાનો ભંગ કરી વાહન ચલાવતા હોવાનું ધ્યાને આવ્યું છે, જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન છે. આ બાબતે ચુસ્ત અમલ કરવા માટે 26 માર્ચથી 1 એપ્રિલ સાત દિવસ સુધી ખાસ ઝુંબેશ કરવાનો આદેશ કર્યો છે.
આ ઝુંબેશ દરમિયાન ભંગ કરનારા કર્મચારીને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે સાથે ઉપરી અધિકારીઓ દ્વારા આ પોલીસ કર્મીઓ સામે શિસ્ત વિરુદ્ધના પગલાં લેવાનો પણ રીપોર્ટ કરવાનો રહેશે.