અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી ધોરણ 10 ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.
બોર્ડની પરીક્ષા માટેના નિયમો
વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે
બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે
પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે
પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે
પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે
પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે, કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળશે નહીં
વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે
રવિવારે વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે
પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે