અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા ટ્રાફીકની સમસ્યાને હલ કરવા AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત AMC દ્વારા શહેરના વધુ એક વ્યસ્ત ટ્રાફીક જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરાયો છે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.જે અંતર્ગત વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર પાંજરાપોળ જંકશન ખાતે રુપિયા 73 કરોડના ખર્ચે ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા AMC તંત્રે કવાયત શરુ કરી છે.બ્રિજની લંબાઈ 652 મીટર તથા પહોળાઈ 17 મીટર રાખવામાં આવી છે.બે વર્ષમાં બ્રિજ બનીને તૈયાર કરાશે.બ્રિજ બન્યા બાદ 1.50 લાખની વસ્તીને લાભ મળશે.સમય,ઈંધણ અને પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આજુબાજુના સર્વિસ રોડ ઉપર બ્રિજની કામગીરી શરુ કરતા પહેલા વ્હાઈટ ટોપીંગ પધ્ધતિથી રોડ બનાવાશે.
AMC દ્વારા પાંજરાપોળ જંકશન ઉપર આંબાવાડીથી વસ્ત્રાપુર જતા રોડ ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કામગીરીમાં રસ ધરાવનારા પાસેથી બિડ મંગાવવામાં આવ્યા છે.આ બ્રિજમાં જંકશન ઉપર 40 મીટર લંબાઈના ઓબ્લીગેટરી સ્પાનમાં સ્ટીલ કમ્પોઝીટ ગર્ડર ટાઈપ સુપર સ્ટ્રકચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.