અમદાવાદ : અમદાવાદ સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે. વર્ષ 2005 માં સાયન્સ સિટી ખાતે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શોનો સમયગાળો 25 મિનિટનો છે. જે અંતરિક્ષની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેને 1000થી વધુ દર્શકો નિહાળી શકશે.મલ્ટી મીડિયા લેસર શોમાં 50 મીટરનો સેન્ટ્રલ વોટર જેટ ફ્લો, 800 રંગબેરંગી લાઈટો, 15 થી વધુ વોટર પેટર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે.સાયન્સ સિટીએ 2003માં એક મ્યુઝિકલ ફાઉન્ટેન શો શરૂ કર્યો જે 20 મિનિટ લાંબો હતો. તે સમયે તે ભારતમાં તેના પ્રકારનો સૌથી મોટો શો હતો.
સાયન્સ સીટી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી બદરના જણાવ્યા મુજબ દરરોજ એક લેસર ફાઉન્ટેન શોનું આયોજન થશે, જેના માટે ટિકિટના દર 90 રૂપિયા રહેશે.25 મિનિટના આ શોમા 50 મીટર સુધી પાણી જોવા મળશે. અંતરિક્ષની થીમ પર બેઝ્ડ આ શોમાં ગ્રહ, અવકાશ, અવકાશયાત્રી દર્શાવવામાં આવશે. આગામી દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ માટે આ મોટુ આકર્ષણ બનશે.સાયન્સ સિટીમાં પહેલાથી જ રોબોટિક્સ ગેલેરી અને એક્વેટિક ગેલેરી જેવા આકર્ષણો છે.
થોડા દિવસ પહેલા જ PM મોદી સાયન્સ સિટી પહોંચ્યા હતા. ત્યાં તેણે રોબોટના હાથે ચા પીધી હતી. સાયન્સ સિટી સાથે સંકળાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક નરોત્તમ સાહુનો મલ્ટીમીડિયા લેસર ફાઉન્ટેન શો ભારતમાં તેના પ્રકારનો સૌથી મોટો શો છે. આ સાયન્સ સિટી સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. સાયન્સ સિટી એ બાળકો માટે વિવિધ પ્રકારની માહિતી મેળવવાનું મોટું કેન્દ્ર છે. સામાન્ય લોકો માટે ટિકિટના દર અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે શાળાના વિદ્યાર્થીઓને અલગ દરે પ્રવેશ મળે છે.