અમદાવાદ : દિવાળીની રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટના સમય કરતાં બે કલાક કરતાં વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચવું હિતાવહ રહેશે. મુસાફરોને લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી અમદાવાદ એરપોર્ટ દ્વારા જારી કરાઇ છે.
અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવર હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારો અને આગામી 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ મુસાફરોનો સંખ્યા વધી શકે છે. દિવાળીની રજાઓ અને 19 નવેમ્બરના અમદાવાદ ખાતે વર્લ્ડકપ ફાઇનલને પગલે દૈનિક મુસાફરોનો આંક 35 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. જેને લઈ હવે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો સબંધિત એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટે આ એડવાઇઝરીમાં કહ્યું છે કે, તહેવારો અને વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ એરપોર્ટમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી શકે છે. જેને લઈ મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિકતા સરળતાથી પૂર્ણ કરી શકે અને મુસાફરોને હાલાકી ન પડે તે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ કરાયો છે.