અમદાવાદ : World Cup 2023 ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, ત્યારે ફાઈનલ મેચ નિહાળવા અને આ મેચના સાક્ષી બનવા સૌ ક્રિકેટપ્રેમીઓ આતુર છે. ક્રિકેટની ફાઈનલ નિહાળવા માટે તમામ ક્રિકેટ ટીમના કેપ્ટનથી માંડીને ફિલ્મસ્ટાર સેલિબ્રિટીઓ આવવાની શક્યતા છે. વર્લ્ડ કપ ક્રિકેટ ફાઈનલની અસર અમદાવાદની ફાઈવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટેલ્સમાં સાફ જોવા મળી રહી છે. મોટાભાગની થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલ્સના રુમ બુક થઈ જતા હોટેલ હાઉસફૂલ થઈ રહી છે. ખાસ કરીને હોટેલ્સના રુમના ભાડા 50 હજારથી માંડીને સવા લાખ સુધી પહોંચી ગયા છે.
પહેલાં વાત કરીએ હોટલોની તો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એક રિપોર્ટ મુજબ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એશોશીએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની જે હોટલોના એક દિવસના ભાડા 20 હજાર હતા તે હોટલોના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે….જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4 થી 5 હજાર રૂપિયા હતું લોકો એ રૂમ 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ITC WELCOMEનું ભાડુ 1 લાખ રૂપિયા…હોટેલ વિવાન્તાના 90 હજાર રૂપિયા…કોટયાર્ડ મેરીયોટના 60 હજાર રૂપિયા….રેનીસન્સ 55 હજાર રૂપિા…હોટલ હિલ્લોક 63 હજાર રૂપિયા…
અમદાવાદની હોટલના રૂમના ભાડાઃ
આઇટીસી વેલકમ 1 લાખ રુપિયા
હોટેલ વિવાન્તા 90000 રૂપિયા
કોટયાર્ડ મેરીયોટ 60000 રૂપિયા
રેનીસન્સ 55000
હિલ્લોક 63000
હવે હોટલો બાદ ફ્લાઈટની વાત કરીશું, વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા દુનિયાભરથી લોકો અમદાવાદ આવશે. લોકોના ધસારાને લઇને ફ્લાઈટનાં ભાડાં પણ આસમાને પહોંચ્યાં છે. ડોમેસ્ટિક ફ્લાઈટનાં ભાડાંમાં 8 ગણા સુધીનો વધારો થયો છે, જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટનાં ભાડાંમાં 4 ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે તથા ડાયરેક્ટ અમદાવાદ આવતી ફ્લાઇટ મળવી મુશ્કેલ છે ત્યારે દર્શકોને અન્ય એરપોર્ટ પર સ્ટોપ લઈને 5થી 7 કલાક અમદાવાદ પહોંચતાં થશે.
ફાઇનલ મેચ જોવા માટે દુબઈ, સિંગાપોર, કેનેડા, લંડન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતા છે, જ્યારે ભારતમાંથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઇ સહિતનાં રાજ્યોમાંથી વધુ લોકો મેચ જોવા આવે એવી શક્યતા છે. મુંબઈ, હૈદરાબાદ તથા ચેન્નઈથી આવતી ફ્લાઈટના ભાવમાં ધરખમ વધારો છે, ઉપરાંત કોઈપણ ફ્લાઇટ ડાયરેક્ટ નહિ આવે, મુસાફરોએ વચ્ચે હોલ્ડ લઈને જ આવવું પડશે.
વર્લ્ડ કપ ફાઈનલને કારણે વિમાનના ભાડા વધ્યાંઃ
3500 થી 5000 ના દરની ટીકીટના ભાવ 25 થી 30 હજાર સુધી પહોંચ્યા
દિવાળી ના વેકેશન દરમિયાન કે પ્રવાસન સીઝન દરમ્યાન પણ આટલો ભાવ વધારો થતો નથી
ફેસ્ટીવ સીઝનમાં પણ માંડ બે ગણો ભાવ થાય છે
વર્લ્ડકપ ફાઇનલને પગલે સીંગલ એર ફેર ચાર થી પાંચ ગણું વધ્યું
18 નવેમ્બર અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટની જુજ ટીકીટ ઉપલબ્ધ
19 તારીખની અમદાવાદ આવતી તમામ ફ્લાઇટની ટીકીટ લગભગ વેચાઇ ગઇ
દિલ્હી અમદાવાદનો સીંગલ એરફેર સામાન્ય ભાવ 3500 રૂપિયા
જો 18 તારીખ પ્રમાણે વધીને 23000 સુધી પહોંચ્યો
મુંબઇ અમદાવાદ સીંગલ એરફેર 3500 થી વધી 28000
કોલકત્તા થી અમદાવાદ સીંગલ એરફેર 7000 થી વધી 36000
ચેનન્નઇ અમદાવાદ 5000 થી 24000 થયુ