અમદાવાદ : દિવાળીના પર્વની રજાઓમાં લોકો ફરવા જતા હોય છે. અમદાવાદીઓ માટે કાંકરિયા બાદ હવે ફરવા માટે સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જેના પગલે છેલ્લા ત્રણ દિવસમાં 52 હજાર કરતાં વધુ લોકોએ અટલબિજની મુલાકાત લીધી છે.જેના પરિણામે AMC ને લગભગ 20 લાખ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો અટલબ્રિજ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બ્રિજને જોવા માટે અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવે છે. દરમિયાન દિવાળીના દિવસે 27000થી વધારે લોકોએ બ્રિજની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસમાં 52 હજાર કરતાં વધુ લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી. જેના પરિણામે AMCને લગભગ 20 લાખ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે.ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી મુલાકાતી આવી રહ્યા છે.
સોમવારથી નોકરી ધંધા-રોજગાર ફરીથી રાબેતા મુજબ થવાની આશા છે. જેથી હજુ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની છે. અટબ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી AMCની તિજોરી છલકાવાની શકયતા છે. સાબરમતી નદી ઉપર AMC દ્વારા અટલબ્રિજ બનાવવામાં આવ્યો હતો. PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.