અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે મેટ્રો રેલના આ રેકોર્ડ તૂટવાની પણ શક્યતા છે. કારણ કે ફાઈનલ મેચને લઈ અહીં ક્રિકેટ રસીકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડશે. વાહન લઈને આવીને પાર્કિંગને સમસ્યાને નિવારવા પણ ક્રિકેટ રસીકો મેટ્રો રેલનો ઉપયોગ કરતા હોય છે.જેના માટે મુસાફરી માટે મેટ્રોના કાઉન્ટર્સ પર સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરાઈ છે.
19મી નવેમ્બરે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ ક્રિકેટ મેચ જોવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકો દૂર દૂરથી આવી રહ્યા છે.ત્યારે આવનારા દર્શકોને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તથા ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે મેટ્રો ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દર 12 મિનિટે 1 મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.જેના માટે મુસાફરી માટે મેટ્રોના કાઉન્ટર્સ પર સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરાઈ છે.