અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડના 734 જેટલા જવાનોને અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર છૂટા કરી દેવાયાં છે. જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.
ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ.જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે..જો કે સૌથી વધુ ફરિયાદો પૂર્વ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.ત્યારે રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી. જેના બદલે નવા 700 TRB જવાનો ભરતી કરાશે. જે થોડા દિવસમાં ભરતી માટેના ફોર્મ બહાર પાડવામાં આવશે.