અમદાવાદ : શહેરના નારણપુરા અને સાબરમતી મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં શુભ ચિંતકો સાથે સ્થાનિકથી અઢારે આલમના હજારો લોકોએ ખાસ ઉપસ્થિત રહી બંને ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે શહેરના નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત) દ્વારા નૂતન વર્ષ નિમિત્તે નવા વાડજમાં ધાવડી ફાર્મ ખાતે અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા પણ નૂતન વર્ષ નિમિત્તે ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટ ખાતે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં આવેલ મ્યુ કાઉન્સિલરો, ભાજપના હોદેદારો, સોસાયટીના આગેવાનો તથા વેપારી આલમના સભ્યો સહિતના મહાનુભાવો, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની મનોકામના વ્યક્ત કરી હતી.