અમદાવાદ : અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ઘણું લાભ થશે તેમજ અમદાવાદની શાનમાં વધારો થશે.
Terminal for India’s first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
સાબરમતીમાં બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનમાં યાત્રીકોને સ્ટેટ-ઓફ-ધ આર્ટ આધુનિક સુવિધાઓ મળશે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે. તેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જાપાનથી નાણાકીય સહાયતાથી સાથે તકનીકી મદદ પણ મળી રહી છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈની યાત્રા માત્ર 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટ વિશે વિગતે જણાવીએ તો વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદી અને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 508km લાંબી રેલ લાઈનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ડબલલાઇન સુરંગ અને સમુદ્રની નીચેથી પસાર થાય છે. આ પરિયોજના પર 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. પરિયોજનાના ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1% પ્રતિ વર્ષના દરથી મળશે. તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષનો રિપેમેન્ટ સમયગાળો હશે.