અમદાવાદ : અમદાવાદમાં સોમવારનો દિવસ ફૂટપાથ પર સુનારા પરિવાર માટે ગોઝારો સાબીત થયો છે. વાસણા વિસ્તારમાં અમદાવાદ મ્યુ કોર્પોરેશનન AMCનું સ્વીપર મશીને એક મહીલાનો જીવ લીધો છે. વાસણા વિસ્તારમાં AMCનું સ્વીપર મશીને એક મહિલાને કચડી દીધી હતી. મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનનું AMCનું સ્વીપર મશીને આજે શહેરના વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ નજીકના ફુટપાથ પર લોકો ગાઢ નીંદ્રામાં હતા, ત્યારે વહેલી સવારે 5 કલાકે ડ્રાયવરે AMCનું સ્વીપર મશીન તેમના ઉપર ચઢાવી દીધુ હતુ. રોડ વેક્યુમ સ્વીપર મશીન આ વિસ્તારમાંથી નીકળી રહ્યુ હતુ અને તે ફુટપાથ પર સુઇ રહેલા લોકો પર ચઢી ગયુ હતુ.આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયુ છે.અને એક શ્રમિક પરિવાર માટે કાળનો કોળિયો બન્યુ છે.
તમને જણાવી દઈએ કે વહેલી સવારથી આ શ્રમિકો કામ કરવા માટે નીકળતા હોય છે. એક મહિલા બપોર માટે ભોજન બનાવી રહી હતી.તો કેટલાક લોકો સુઇ રહ્યા હતા. ત્યારે વેક્યુમ મશીનવાળા ડમ્પરથી તેમનો અકસ્માત થયો હતો અને એક મહિલાનું નિધન થયુ હતુ.મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ડમ્પર ખૂબ જ સ્પીડમાં જઇ રહ્યુ હતુ અને અચાનક ફુટપાથ પર ચઢી ગયુ હતુ.
ઘટના બાદ સ્વીપર મશીનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેનો પીછો કર્યો હતો. જ્યારે આ ગમખ્વાર અકસ્માતના કારણે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ગયા હતા. ફરી એક વખત નિર્દોષનો જીવ ગયો હોવાનો અફસોસ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા પણ આ બનાવમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે.