અમદાવાદ : અમદાવાદમાં દીપક નાયક નામના યુવકને પોતાની ખૂબ જ પસંદગીની મોંઘીદાટ બાઈક ચોરીના કિસ્સામાં થયો હતો. રિપોર્ટ મુજબ પોલીસે શરુઆતમાં તો ફરિયાદ નોંધી નહીં પરંતુ ઓનલાઈન ફરિયાદ કરવાની સલાહો આપી હતી. ત્યાર બાદ તેણે પોતાની મેળે જ બાઈકને શોધવાની શરુઆત કરી દીધી હતી.
રિપોર્ટ મુજબ અમદાવાદના દીપક નાયક નામનો યુવકની 1.5 લાખ રૂપિયાની બાઈક ચોરાઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ પોતાનું બાઈક લઈને જતો દેખાઈ રહ્યો છે. પોતાની બાઈક ચોરાઈ ગઈ હોવાના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે ગયો હતો. જોકે, પોલીસે તેને ઓનલાઈન ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. પોલીસ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો જેના કારણે નિરાશ થઈને દીપકે જાતે જ ચોરને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સીસીટીવી ફૂટેજ જોયા તો તેમાં ચોરના ટુ વ્હીલરની નંબર પ્લેટ જોવા મળી હતી. નંબર પ્લેટના આધારે તેણે ચોરની શોધખોળ આદરી હતી. દીપકની શોધખોળ તેને અસારવા સિવિલ હોસ્પિટલ પાસે રહેતા એક રહેવાસી પાસે લઈ ગઈ હતી. તેણે ત્યાં તપાસ કરી તો ટુ-વ્હીલરના માલિકે પુષ્ટિ કરી કે તેના પુત્રએ ચોરી કરી હતી અને દીપકની બાઈક સાથે ભાગી ગયો હતો. ચોરના પિતાએ દીપકને ખાતરી આપી કે તે તેની બાઈક પરત કરી દેશે.
અંતે ચોર બાઈક લઈને પરત આવ્યો હતો. જ્યારે બાઈક પરત મળી ત્યારે દીપકે જોયું તો બાઈક બદલાઈ ગઈ હતી અને સ્પેરપાર્ટ્સ તૂટી ગયા હતા. એટલું જ નહીં ચોરના પિતા કે જેમણે શરૂઆતમાં ખર્ચો આપવાનું કહ્યું હતું તેઓ બાદમાં ફરી ગયા હતા. ચોરના પિતાએ હવે દીપકને ખર્ચો આપવાની ના પાડી દીધી હતી. દીપકની ઓનલાઈન ફરિયાદ અને પોલીસ નોંધણી હોવા છતાં પોલીસની કાર્યવાહીના અભાવે દીપકને ઘણો નિરાશ કર્યો હતો.