અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસિય ગુજરાતના પ્રવાસે છે, તેઓ આજે અમદાવાદમાં GMDCમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં હતા અને PM મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યો હતા.તો ગેરંટી સાથે એ પણ જણાવ્યુ છે કે આગામી 2024ની ચૂંટણીમાં ભાજપની એટલે કે મોદી સરકારની ભવ્ય જીત મળશે તેવી માહિતી આપી છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, મિત્રો આજે સ્વનિધિ યોજનાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે વાતનો મને આનંદ છે. તમને મળીને હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં PM સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. લાભાર્થીઓને સંબોધતા અમિતા શાહે જણાવ્યું કે, લાભાર્થીઓને મળીને ખૂબ જ આનંદ થયો. અમિત શાહ આજે GMDCમાં લાભાર્થીઓને સંબોધતા PM મોદીની યોજના અને તેનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી.
તો અમિત શાહે પોતાના સંબોધનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ અમિત શાહે જણાવ્યુ કે “ઉત્તર ભારતના લોકોને પણ મળશે જનધન યોજનાનો લાભ” આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે “સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે” છે.