અમદાવાદ : લાખો પ્રકૃતિપ્રેમીઓના ઇન્તેજારનો અંત આવ્યો છે. આગામી 30 ડિસેમ્બરે ફલાવર શો શરૂ થશે. ફલાવર શોને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. AMCના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે. આ દરમ્યાન 10 લાખથી વધુ લોકો મુલાકાત કે તેવી સંભાવના છે.12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.
વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. એએમસી (AMC) દ્વારા આગામી ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 10 માં ફલાવર શોની આગામી 30 ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થશે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. મીલેટ્સ વર્ષની ઉજવણી હેઠળ ફ્લાવર શો સમયે ફૂડ સ્ટોલમાં મહત્તમ મીલેટ્સ આઈટમ રાખવામાં આવશે. તો 150 થી વધુ પ્રજાતિના 7 લાખથી વધુ રોપાની મજા મુલાકાતીઓ માણી શકશે.
આ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષમ સરદાર પટેલનું સ્ચેચ્યુ હશે. આ ઉપરાંત નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન , સરદાર પટેલ ઉપરાંત પશુ પક્ષીઓના ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર મુખ્ય આકર્ષણ બની રહેશે.આ ઉપરાંત પીટૂનીયા, ડાયંથસ, સેવંતી, ગજેનિયા , બીગુનિયા , એસ્ટર , મેરીગોલ્ડ , કેક્ટસ , ઓર્ચિડ , લીલી , ગુલાબ સહિતની પ્રજાતિઓના છોડ રોપા જોવા મળશે.
સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોમાં 12 વર્ષથી ઉપરના માટે રૂપિયા 50 ફી રાખવામા આવી છે. તો શનિવાર અને રવિવાર માટે રૂ.75 પ્રવેશ ફી રાખવામાં આવશે. શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી મળી કુલ 17 દિવસ ફલાવર શો ચાલશે. AMCના અત્યાર સુધી યોજાયેલા ફલાવર શોમાં આગામી ફલાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે. 17 દિવસ દરમ્યાન મળી 10 લાખથી વધુ લોકો મુલાકાત કે એવી સંભાવના છે. આગામી ફલાવર શોમાં AMC દ્વારા વિશ્વની સૌથી લાંબી ફલાવર વોલ બનાવવાનું આયોજન કરાયું છે. 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવવા AMCનું આયોજન છે.