29.1 C
Gujarat
Thursday, October 10, 2024

અમદાવાદના આ વિસ્તારમાં કારચાલક મહિલાએ બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

Share

અમદાવાદ : અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં શનિવારે સાંજે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે. કારની ટક્કરે બાઇક ચાલક યુવકનુ મોત થયું છે. કુલદીપ નામના શખ્સનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. લોકોનું કહેવું છે કે રોંગ સાઇડમાં આવતી કારચાલક યુવતીએ આ ભયાનક અકસ્માત સર્જ્યો જેમાં એકનો જીવ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ માણેકબાગ ચાર રસ્તા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને માથાના ભાગે ઇજા થઇ હતી. જે બાદ કારચાલક મહિલા દ્વારા અન્ય એક ગાડીની મદદ લઈને બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત થયું છે. પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કારચાલક રોન્ગ સાઈડમાં ગાડી ચલાવી રહી હતી.

જો કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાઈક ચાલકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

જગતપુર બ્રિજથી ગોદરેજ ચાર રસ્તા તરફ જતા રોડ પર હિટ એન્ડ રન, ટ્રકે ટક્કર મારતાં ટુવ્હીલરચાલકનું મોત

ગોતામાં વીર સાવરકર હાઇટ્સમાં રહેતા 48 વર્ષીય અશોકકુમાર ગોમારું શનિવારે બપોરે બાઈક લઈને ક્રિષ્ના હાઇટ્સ તરફથી જગતપુર બ્રિજ થઈને ગોદરેજ ચાર રસ્તા તરફ જતા હતા ત્યારે ટ્રક ચાલકે અશોકકુમારની બાઇકને ટક્કર મારી હતી, જેથી હવામાં ફંગોળાઈને અશોકકુમાર જમીન પર પટકાયા હતા. બીજી બાજુ ટ્રકનું ટાયર અશોકકુમાર પર ફળી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓના કારણે અશોકકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું, જે જોઈને ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.એલ ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles