અમદાવાદ : શહેરના બાપુનગર ખાતે રઘુનાથ સ્કૂલના એક કાર્યક્રમમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પાણીની તરસ છીપાવવા માટે “પાણીના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ પાણીના કુંડામાં પક્ષીઓ પાણી પી શકે તે માટે પાણીના કુંડા ઝાડની નીચે અથવા ઘરની બહાર રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહએ જણાવ્યું છે કે, અમે છેલ્લા એક મહિના કે વધુ સમયથી અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરી રહ્યા છીએ. હાલ ઉનાળાની ગરમી માનવી પણ માંડ માંડ સહન કરી શકે છે ત્યારે પક્ષી માટે આપણે આટલું તો કરી જ શકીએ.
આ ઉપરાંત કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ એ બાળકો સાથે અબોલ જીવો માટે કામ કરવાનો આ અવસર આપવા બદલ રઘુનાથ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ચેતન યાદવ અને ખુશી યાદવનો આભાર વ્યક્ત કર્યો હતો.