29.1 C
Gujarat
Thursday, October 10, 2024

અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે આ બે ગુજરાતીઓ સૌથી મોટા દાતા, કુલ 5000 કરોડનું મળ્યુ દાન

Share

અમદાવાદ : અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. ત્યારે રામ મંદિર માટે અનેક ગુજરાતીઓએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે આ ગુજરાતીઓને પણ આમંત્રણ મળ્યા છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં તૈયાર થઇ રહેલા રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી 18 કરોડ રામ ભક્તોએ ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરોડા બેંક અને પંજાબ નેશનલ બેંકના ખાતામાં 3200 કરોડ રૂપિયાનું દાન જમા કરાવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ તમામ રકમની બેંકમાં FD કરવામાં આવી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીનું મંદિરનું નિર્માણ કાર્ય FDના વ્યાજની રકમથી જ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફક્ત રોકડ રકમ જ નહિ પરંતુ રામભક્તો દ્વારા ચાંદી અને સોનાનું પણ દાન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટને 4 ક્વિન્ટલ ચાંદી અને અમુક ગ્રામ સોનું દાનમાં મળ્યું છે.

રામ મંદિરના નિર્માણ માટે દેશમાંથી સર્વાધિક દાન કરનાર વિશેષ વ્યક્તિઓમાં સૌથી આગળ બે ગુજરાતીઓ છે. જેમાં પ્રસિદ્ધ રામકથાકાર અને અધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ 11.3 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. જેમાં તેઓના દેશ વિદેશમાં વસતા અનુયાયીઓએ સામુહિક રીતે 8 કરોડ રૂપિયા દાન આપ્યું હતું.

તેમના પછી બીજા એક ગુજરાતી રામભક્ત સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. સવજીભાઈ ધોળકિયા સુરતની પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન છે. આ સિવાય પણ અનેક ગુજરાતીઓ પોતાની તિજોરીઓ રામ મંદિર માટે ખુલ્લી મૂકી દીધી છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર તેઓએ શરૂઆતમાં ફક્ત 900 કરોડ રૂપિયાના દાનની અપેક્ષા સાથે સમર્પણ નિધિ અભિયાન ચાલુ કર્યું હતું. પણ દેશ- વિદેશના કરોડો રામભક્તોએ પોતાના આરાધ્યદેવના મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 5000 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles